Monday, July 23, 2012

ઊંચાઈથી દેખાશે દેશનું સ્વર્ગ

એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ રેલવે બ્રિજ હશે 

 

કેન્દ્રએ ઇન્ફર્મેશન બ્યુરોના માધ્યમથી કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલા રેલવે પુલની સંપૂર્ણ માહિતી બહાર પાડી છે. તે મુજબ જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા માર્ગ પર બનનારો આ પુલ વિશ્વમાં સૌથી ઊંચો હશે. અને તેના પરથી દેશનું સ્વર્ગ જોઈ શકાશે.

- આટલી સામગ્રીમાં ૫૪ માળની ઇમારત બની શકે છે
- ૪૬૦૦૦ સીયુએમ કોંક્રિટ, ૩૬૦૦ ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલ અને ૨૫,૦૦૦ ટન રસ્ટિ્રકચરલ સ્ટીલ નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. આટલામાં ૫૪ માળની ઇમારત બની શકે છે.
- ૧૨૪ વર્ષ જીવનકાળ, તે દરમિયાન ત્રણ વખત પેન્ટિંગ કરાશે. ૩૫ વર્ષમાં એક વખત.
- ૨૬૬ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન આ બ્રિજ પરથી પસાર થશે.

- ૨૦૧૬ સુધી નિર્માણ પૂરું થશે

રેલવે બ્રિજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેનું નિર્માણ ૨૦૧૬ સુધી પૂરું થવાનું લક્ષ્યાંક છે.

- ૩૫૯, મીટર આ રેલવે બ્રિજની ઊંચાઈ હશે
- ૩૨૪, મીટર ઊંચાઈ એફિલ ટાવરની છે.
- ૩૪૦, મીટર ઊંચાઈ અત્યારે સૌથી ઊંચા બ્રિજ (ફ્રાન્સ)ની છે. 

No comments:

Post a Comment