એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ રેલવે બ્રિજ હશે
કેન્દ્રએ
ઇન્ફર્મેશન બ્યુરોના માધ્યમથી કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલા રેલવે
પુલની સંપૂર્ણ માહિતી બહાર પાડી છે. તે મુજબ જમ્મુ કાશ્મીરમાં
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા માર્ગ પર બનનારો આ પુલ વિશ્વમાં સૌથી ઊંચો હશે.
અને તેના પરથી દેશનું સ્વર્ગ જોઈ શકાશે.
- આટલી સામગ્રીમાં ૫૪ માળની ઇમારત બની શકે છે
- ૪૬૦૦૦ સીયુએમ કોંક્રિટ, ૩૬૦૦ ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલ અને ૨૫,૦૦૦ ટન
રસ્ટિ્રકચરલ સ્ટીલ નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. આટલામાં ૫૪ માળની ઇમારત બની
શકે છે.
- ૧૨૪ વર્ષ જીવનકાળ, તે દરમિયાન ત્રણ વખત પેન્ટિંગ કરાશે. ૩૫ વર્ષમાં એક વખત.
- ૨૬૬ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન આ બ્રિજ પરથી પસાર થશે.
- ૨૦૧૬ સુધી નિર્માણ પૂરું થશે
રેલવે બ્રિજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેનું નિર્માણ ૨૦૧૬ સુધી પૂરું થવાનું લક્ષ્યાંક છે.
- ૩૫૯, મીટર આ રેલવે બ્રિજની ઊંચાઈ હશે
- ૩૨૪, મીટર ઊંચાઈ એફિલ ટાવરની છે.
- ૩૪૦, મીટર ઊંચાઈ અત્યારે સૌથી ઊંચા બ્રિજ (ફ્રાન્સ)ની છે.